મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જીનના વરંડા પાસેથી ૧૬૭ બિયરના ટીન સાથે એક પકડાયો


SHARE







મોરબીના વીસીપરામાં જીનના વરંડા પાસેથી ૧૬૭ બિયરના ટીન સાથે એક પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ જીનના વરંડા પાસે બાવળની જાળીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ૧૬૭ બિયરના ટીન મળી આવતા પોલીસે ૧૬૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ જીનના વરડા પાસે બાવળની જાળીમાં દારૂ બિયરનો જથ્થો પડેલ છે જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના ૧૬૭ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૬૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા જાવેદભાઈ રફિકભાઈ મેમણનો હોવાનું સામે આવ્યું હતું જોકે આરોપી ત્યારે સ્થળ ઉપર હાજર ન હતો જેથી કરીને પોલીસે મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપી જાવેદભાઈ રફિકભાઈ મેમણની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશી દારૂ

મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ અશ્વમેઘ હોટલની બાજુમાં બાવળની જાળીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૪૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે દિલાવર ઉર્ફે દાઉદભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૩૦) રહે. રણછોડનગર શાંતિવન સ્કૂલની બાજુમાં સાઈબાબાના મંદિરની પાસે મોરબી વાળાની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News