મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્રારા સાહિત્યકાર સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના રવાપર રોડ પર આવેલા  સ્વરાંગન સ્ટુડિયોમાં સાહિત્યકાર સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત સભામાં આમંત્રિત મહેમાન હતા અને તેમાં ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા પણ ત્યાં હાજર હતો

ગાંધીજીની છબીને સૂતરની આંટી પહેરાવીને રાષ્ટ્રપિતાના સાહિત્ય અને સંસ્મરણોથી ગોષ્ઠીનો આરંભ થયો છે ત્યારે યશવંત મહેતા દ્વારા ગાંધીજી વિષયક કાવ્ય પઠન કરવામાં આવ્યું છે અને સાંપ્રત સમયમાં સાહિત્ય સર્જન, વાંચનરુચિમાં આવેલી ઓટ વિશે યશવંતદાદાએ  પ્રારંભિક વાતમાં ચિંતા વ્યક્ત કરી હતી અને નવચેતન સામયિક વિષયે વાત કરી છે પ્રવર્તમાન બાળ સાહિત્ય સર્જન બાબતે ખ્યાલ આપ્યો છે તેમણે  એક નવી સર્જેલી વિજ્ઞાનકથા વાંચી સંભળાવી હતી આ ગોષ્ઠીમાં વીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા અને આ ગોષ્ઠીના બીજા ચરણમાં સર્જકોએ પોતાની કૃતિનું પઠન કર્યું હતું. જેમાં શૈલેષ કાલરીયા 'દોસ્ત', સંજય બાપોદરિયા 'સંગી', ડૉ. અમૃત કાંજિયાડૉ. ભાવેશ જેતપરિયાતેમજ જીવતીબેન પીપલીયાએ પોતાની રચના રજૂ કરી હતી. ત્યારે  સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ પોતાનો સંગીત અને સાહિત્યનો રાજીપો વ્યક્ત કર્યો હતી અને .યશવંતદાદાએ પોતાની બુક 'બાલિકાઓનાં ગીતમાંથી એક ગીત ગવડાવી ઉપસ્થિત રહેલા સૌ સાહિત્ય રસિકોને આ બુક ભેટ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલનઆયોજન અને વ્યવસ્થા મોરબી જિલ્લા સાહિત્ય સભા વતી શૈલેષ કાલરીયા અને સંજય બાપોદરિયાએ કર્યું હતું.






Latest News