મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડયો: કાલે વાજતે ગાજતે કોંગ્રેસમાં કરશે પ્રવેશ


SHARE







મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડયો: કાલે વાજતે ગાજતે કોંગ્રેસમાં કરશે પ્રવેશ

સામાન્ય રીતે ચૂંટણી આવે એટ્લે તડ જોડ શરૂ થતું હોય છે તેવામાં મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને વર્તમાન જિલ્લા પંચાયતના ભાજપમાંથી ચૂંટાયેલ મહિલા સભ્યના પતિએ ભાજપની સાથે છેડો ફાડયો છે અને આવતી કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વાજતે ગાજતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને ભાજપના અગ્રણી કિશોરભાઈ ચિખલિયા અગાઉ વિધાનસભાની મોરબી બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા આબે છેલ્લે યોજાયેલ જિલ્લા પંચાયતની ચુંટણીમાં તેમના પત્નીને ભાજપની ટિકિટ આપવામાં આવી હતી અને તે માળીયા તાલુકાની સરવડ બેઠક ઉપરથી ચૂંટાયા હતા જો કે, ભાજપમાં છેલ્લા ઘણા સમયથી તેની અવગણના કરવામાં આવી રહી હતી જેથી કરીને તે ગમે ત્યારે ભાજપ સાથે છેડો ફાડશે તેવી ચર્ચા ચાલી જ રહી હતી તેવામાં આવતીકાલે મંગળવારે તેઓ મોરબીથી ગાડીઓના કાફલા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે અને ત્યાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે






Latest News