મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું


SHARE







મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા આર.બી.વ્યાસ વયમર્યાદાના લીધે સેવાનિવૃત થતા તેમને તાલુકા પીઆઇ તેમજ જિલ્લા પોલીસવડા દ્વારા નિવૃત્તિ વિદાયમા આપવામાં આવ્યું હતું.તેમજ તેઓ હાલ જ્યાં રહે છે તે રાજનગર સોસાયટીની ગરબી ખાતે પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મૂળ મોરબીના ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટી વિસ્તારમાં રહેતા આર.બી.વ્યાસ કે જેઓ તા.૧૧-૧૦-૧૯૮૪ ના રોજ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસમાં જોડાયા હતા અને ગત તા.૩૦-૯-૨૦૨૨ ના ૩૭ વર્ષની નોકરી પૂરી કરીને સેવા નિવૃત્ત થયા હતા.તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન અમરેલી, કોડીનાર અને ખાસ કરીને સૌથી વધુ ૨૦ વર્ષ જેવો સમય રાજુલાના આઉટ પોસ્ટ એવા ડુંગરપુર પોલીસ સ્ટેશન ખાતે વિતાવ્યો હતો. તેમજ ધારી, જાફરાબાદ, ખાંભા અને છેલ્લા સાત વર્ષથી મોરબીમા હતા જેમાં મોરબી સિટી એ ડિવિઝન તેમજ છેલ્લે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેઓ તા.૩૦-૯ ના નિવૃત્ત થયા હતા.જ્યાં તાલુકા પોલીસ મથકના નવા નિમાયેલા પીઆઇ કે.એ.વાળા દ્વારા શ્રીફળ પડો આપીને તેઓને નિવૃત્તિ વિદાયમાન અપાયુ હતુ. તેમજ જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી દ્વારા અને તેઓ જ્યાં રહે છે તે રાજનગર વિસ્તારમાં યોજાતી ગરબીમાં પણ તેઓને સન્માનિત કરીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી અને નિવૃત્ત જીવનમાં તેઓને સુખમય અને આરોગ્યમય બની રહે તેવી સાથી પોલીસમિત્રો સહીતના સૌ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News