મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક કારખાનામાં લોડર નીચે માથું કચડીને બાળકનું મોત નિપજાવનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક સીરામીક કારખાનામાં લોડર નીચે માથું કચડીને બાળકનું મોત નિપજાવનારા આરોપીની ધરપકડ

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાયોનિયર સિરામિક કારખાનાના માટી ખાતામાં મજૂરી કામ કરતા યુવાનના દોઢ વર્ષના બાળકના માથા ઉપરથી લોડરનું તોતીગ ટાયર ફરી વળ્યું હતું જેથી બાળકનું મોત નીપજ્યું હતું અને વાહન ચાલક પોતાના હવાલા વાળું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો અને મૃત બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાયોનીયર સીરામીક કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મીથલેશ ચંદ્રિકાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (૨૫) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં લોડર નંબર જીજે 36 એસ 2368 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેઓ અને તેના પત્ની પાયોનીયર સીરામીક કારખાનાના માટી વિભાગમાં સ્પ્રેડાયર પાસે મજૂરી કામ કરતા હતા ત્યારે તેઓનો દોઢ વર્ષનો દીકરો છોટુ ત્યાં રમતો હતો દરમ્યાન લોડર ચાલકે પૂર ઝડપે અને બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે ફરિયાદી યુવાનના દીકરાને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી લોડરનું વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને દોઢ વર્ષના બાળકને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે લોડર ચાલક લાલુભાઈ ભૂરાભાઈ ગુડીયા જાતે આદિવાસી (૩૩) રહે, પાયોનીયર સીરામીક કારખાનાના લેબર કવાર્ટર મૂળ ખાપરિયા ફળી સીમાડા જિલ્લો દાહોદ વાળાની પીએસઆઈ અજમેરી દ્વારા ધરપકડ કરવામાં આવી છે

વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીના વીસીપરામાં વાડી વિસ્તારમાં રહેતા ઝરીનાબેન ફારૂકભાઈ સામતાણી (૩૫) તેમના પતિ ફારૂકભાઈ અને પુત્ર સાહિલની સાથે રિક્ષામાં માળિયા તરફથી મોરબી બાજુ આવતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર સેરે-એ-પંજાબ હોટલની પાસે તેઓની રીક્ષાનું વ્હીલ અકસ્માતે નીકળી જતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવવામાં ઝરીનાબેન તેમજ ફારૂકભાઈ અને સાહિલને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ઢુવા નજીક મિલેનીયમ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જોહનભાઈ મુન્નાભાઈ વાંકલા (૨૪) અને યોગીતાબેન જોહનભાઈ વાંકલા (૨૧) ને લેબર કવાટર વિસ્તારમાં મારામારીમાં ઇજા થતાં બંનેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધા-બાળક સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા હુરબાઈબેન મામદભાઈ મકવાણા નામના ૭૦ વર્ષના વૃદ્ધા રવાપર રોડ ઉપર આવેલ રાજ બેંક પાસેથી જતા હતા ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી સિવિલે સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે હળવદના જુના અમરાપર ગામે રહેતા અશ્વિન સુખદેવ મકવાણા નામનો સાત વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે તેમનું બાઇક ટીકરના રસ્તે તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી સારવારમાં મોરબી ખસેડાયો હતો.






Latest News