મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળામાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને શરદોત્સવ-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન


SHARE







મોરબીના શનાળામાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને શરદોત્સવ-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી રાજપૂતાના રેલી યોજાશે અને શરદ પુનમના દિવસે રાજપૂત સમાજ દ્વારા શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે હવન રાખવામા આવેલ છે આવી જ રીતે આ વર્ષે પણ શાસ્ત્ર પૂજન અને શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા શરદ પૂનમે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞ વિગેરેનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. ૯ ને રવિવારે હવન યજ્ઞાદિનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે સાવજસિંહ નરવીરસિંહ ઝાલા (રંગપર), ભાગીરથસિંહ રૂપસિંહ ઝાલા (મોટા ખીજડીયા) અને પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ ઝાલા (નાની વાવડી) બેસસે અને હવન-યજ્ઞાદિ સવારે ૮:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલશે અને દરવર્ષની જેમ સભા અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે સમાજના દરેક ભાઈઓ બહેનોએ માતાજીના દર્શન, હવનના દર્શનનો લાભ લેવા માટે આવવા સંસ્થાના પ્રમુખ બાપાલાલસિંહ જે. ઝાલા (રતનપર), ઉપપ્રમુખ લાલુભા બી. ઝાલા (કેરાળા) અને મંત્રી યુવરાજસિંહ ડી. ઝાલા (શકત શનાળા)એ જણાવ્યુ છે

તો મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે બપોરે બે વાગ્યાથી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિર સુધી રાજપૂતાના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન, જાડેજાએ જણાવ્યુ છે કે, શાસ્ત્ર પૂજન પહેલા દરવર્ષે મોરબીમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમાં સમાજના ભાઈઓને રજવાડી પોષકમાં સાફા અને તલવાર સાથે સાથે મહારેલીમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે તેમજ મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂનમનાં દિવસે મોરબીના દરબાર ગઢ ખાતે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હે

ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આગામી તા ૯ ને રવિવારે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે મૂળ બિલિયાના રહેવાસી અને હાલમાં જામનગર રહેતા સુરેશચંદ્ર અનંતરાય ભટ્ટ બેસવાના છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટૃ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News