વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કોગ્રેસમાં રાબેતા મુજબ કકળાટ: મોરબીમાં કિશોર ચિખલિયા સામે સંગઠનના હોદેદારોનો વિરોધ


SHARE









કોગ્રેસમાં રાબેતા મુજબ કકળાટ: મોરબીમાં કિશોર ચિખલિયા સામે સંગઠનના હોદેદારોનો વિરોધ

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચિખલિય આજે ભાજપ છોડીને પાછા કોગ્રેસમાં ખેસ ઘારણ કરવાના છે તે પહેલા જ કોગ્રેસમાં આંતરિક વિવાદ શરૂ થઈ ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનાં સ્થાનિક આગેવાન તેમજ કાર્યકરોમાં ભારે વિરોધ હોવાનું ચર્ચાઇ રહ્યું છે

હાલમાં મોરબીના સોશ્યલ મીડિયામાં કોંગ્રેસનાં હોદેદારો દ્વારા મેસેજ વાઇરલ કરવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, કિશોરભાઇ ચિખલિયાએ અગાઉ અવાર નવાર ચૂંટણી સમયે કોગ્રેસ પક્ષને નુકસાન કરેલ છે અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે  પણ લાંચ લેવાનો કેસ થયેલ હતો અને પ્રમુખ બનવા માટે પણ તેને બળવો કર્યો હતો અને ધારાસભાની મોરર્બી બેઠકની પેટા ચૂંટણીમાં પણ કોગ્રેસ પક્ષને  હરાવવા માટે  ભાજપમાં જોડાયેલ હતા જેથી તકવાદી માણસોને કોંગ્રેસ પક્ષમાં લેતા પહેલા વિચાર કરવામાં આવે તેવી મોરબી જિલ્લાના કોગ્રેસના આગેવાનો દ્વારા લાગણી વ્યક્ત કરી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, કિશોર ચિખલિયાના કોગ્રેસમાં આવવાના વિરોધમાં છે કોગ્રેસ પક્ષના સંગઠનના પ્રમુખો અને ફન્ટલ સેલના પ્રમુખો અને અન્ય સંગઠનના હોદેદરો  કે આગેવાનો કાર્યકરો તેમની સાથે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગયેલ નથી




Latest News