મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરી


SHARE







મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરી

મોરબીમાં માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ચાલતી માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળાના બાળકોના પરિવહન માટે વાન  આપવાનો નિર્ણય કરેલ હતો અને મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરવામાં આવેલ છે

મોરબીમાં વર્ષ ૨૦૦૬ થી મનો દિવ્યાંગ બાળકો માટે માં મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની ચાલે છે જેમાં પિસ્તાલીસ જેટલા મનો દિવ્યાંગ બાળકોનું લાલનપાલન પોષણ કરવામાં આવે છે અને સવારે ૮ વાગ્યાથી આ બધા જ બાળકો પોતપોતાની વાહનની વ્યવસ્થા કરી શાળાએ આવે છે ત્યાં સવારે પગના તળિયે ગાયના ઘીથી માલિશ કરવામાં આવે છે અને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે અને બાળકોને જીવન કૌશલ્યો શીખવવામાં આવે છે દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે,આ મેન્ટલી ચેલેન્ઝ બાળકોને અક્ષર જ્ઞાન, રંગપુરણીચિત્રકામ એબેકસ પ્રવૃત્તિ,વાંચન,લેખન ગણન વગેરે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રોજ બરોજની દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરવીએ શીખવવામાં આવે છે,

અહી બપોર સુધી આ બધા જ બાળકો જીવનના પાઠ ભણે છે જેથી બાળકો પોતાના ઘરના એક ખૂણામાં પડી ન રહેતા સમાજ વચ્ચે આવી માનભેર જીવન જીવી શકે એવા પ્રયત્નો કરે છે,સ્વતંત્ર દિન,પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરે છે, ત્યારે આ બાળકોના પરિવહન માટે શાળાએ આવવા જવા માટે વ્યવસ્થા ન્હોતી આ બાબત અજય લોરીયાના ધ્યાનમાં આવતા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પાટીદાર નવરાત્રીમાં સવજીભાઈ બારૈયા અને પ્રમોદભાઈ વરમોરાના સૌજન્યથી સ્કૂલ વેન અર્પણ કરવામાં આવેલ છે ત્યારે દાતાઓની આ દિલેરીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, દુર્ગાબેન કૈલાદિપાબેન કોટક,મિતલબેન કૈલા મયુરીબેન ટીલવા,નેહાબેન વગેરે દિવ્યાંગ બાળકોના શિક્ષિકાઓએ  વધાવી લીધી હતી 






Latest News