મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રીનચોક પાસેની સાંકડી શેરી સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગને અવગણીને મકાનનું વેચાણ !


SHARE







મોરબીમાં ગ્રીનચોક પાસેની સાંકડી શેરી સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગને અવગણીને મકાનનું વેચાણ !

મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં ગેરકાયદે મકાન અને પ્લોટ પચાવી પાડતા હોવાની કલેકટરને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાં અશાંત ધારાને લાગુ કરવા માટેની માંગ કરેલ છે  જો કે, હજુ સુધી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં તંત્રની મંજૂરી વગર એક મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે જેથી કરીને વધુ એક વખત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને જે દસ્તાવેજ કરવામાં આવેલ છે તેને રદ કરવાની અને અશાંત ધારો લાગુ કરવા માંગ કરેલ છે

મોરબીમાં ગ્રીનચોક, સોની બજાર, દરબારગઢ, સાંકડી શેરી સહિતના વિસ્તારમાં તેમજ મધુર ચોકથી ખોડિયાર મંદિર સુધી, હનુમાનજીના મંદિર પાસેથી ગરબી ચોક સુધી, દરબાર ગઢ, મહેન્દ્રડ્રાઈવ રોડ, અશોકાલય પાસે સહિતના વિસ્તારોમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ મોરબી સ્ટેટ (રજવાડા)ના સમયગાળાથી થયેલ છે. અને જૂના સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોરબીના ગૌરવસભર ઈતિહાસમાં મહત્વપૂર્ણ ફાળો છે અને હાલમાં તેઓના વારસદારોના ઘણાખરા પરિવારો આ વિસ્તારમાં છે. પરંતુ વિધર્મી લોકો આ વિસ્તારમાં અયોગ્ય રીતે મકાનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વિધર્મીઓના મકાન ખરીદવાથી વર્ષોથી અહીં રહેતા સમુદાયના વ્યક્તિઓની જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે જેથી સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી 

જો કે, અધિકારી દ્વારા છેલ્લા થી ત્રણ માહિનામાં કોઈ પગલાં ભરવામાં આવેલ નથી જેથી કરીને આજે પ્રદીપભાઇ ભટ્ટ, પારસભાઈ સોની, ડી.એન.બારોટ, પરેશ વોરા, અમુભાઈ દરજી, દિલીપભાઇ, દેવાંગભાઈ સહિતના દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેના માટે બે મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તે માટે હુકમ કરવાની માંગ કરી હતી તેમ છતાં પણ તે વિસ્તારમાં રહેતા જયશ્રીબેન દિલીપભાઇ રવેશીયાએ તાજેતરમાં રોશનબેન રહિમભાઈ છીછોદરાને પોતાની માલિકીનું મકાન વેચીને દસ્તાવેજ પણ કરી આપેલ છે જેથી કરીને આ દસ્તાવેજને રદ્દ કરવામાં આવે અને અશાંત ધારો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News