મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 


SHARE







મોરબીમાં પાટીદાર નવરાત્રીનફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 

મોરબીમાં રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રીનું આયોજન અજયા લોરીયા અને તેની ટીમે કર્યું હતુ જેના ખર્ચાને બાદ કરતાં થયેલ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા છે

મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાંમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ ૫૨.૩૦ લાખનો નફો થયો છે. અને તેની માહિતી આપતા અજય લોરીયાએ જણાવ્યુ છે કે, નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નક્કી કરાયું હતું જેથી ૫૨.૩૦ લાખમાંથી ૩૦ શહીદ પરિવારોને એક એક લાખ મળી ૩૦ લાખ, મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને દાતાના સહયોગથી ૭.૫૫ લાખની બસ અર્પણ કરાય છે અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી નફો સેવા કાર્યો માટે ફાળવી દેવામાં આવ્યો છે 






Latest News