મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતી પરિણીતા પાસેથી અજાણ્યો મોબાઈલ ફોન મળી આવતા પરિવારે ઠપકો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







વાંકાનેરમાં રહેતી પરિણીતા પાસેથી અજાણ્યો મોબાઈલ ફોન મળી આવતા પરિવારે ઠપકો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ

વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતી પરણીતા પાસેથી અજાણ્યો મોબાઇલ મળી આવ્યો હતો જેથી કરીને તે મોબાઈલ બાબતે તેને પૂછતા અને તે મોબાઈલનો લોક ખોલી આપવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી તેને ઠપકો આપતા પરિણીતાને  લાગી આવ્યું હતું જેથી કરીને તેને ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં ડો. મિતુલ પટેલના દવાખાના વાળી શેરીમાં રહેતા નિલેશભાઈ માંડણભાઈ મુંધવાના પત્ની અંજુબેન નિલેશભાઈ મુંધવા (૨૧)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તેમાં એવી વિગત સામે આવી હતી કે પરણીતા પાસેથી એક અજાણ્યો મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને આ મોબાઈલ ફોન કોનો છે ? તે બાબતે તેને પૂછવામાં આવતા અને મોબાઈલ ફોનનો લોક ખોલવાનું કહેતા તેણે લોક ખોલી આપ્યો ન હતો અને યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી કરીને પરણીતાને ઠપકો આપવામાં આવ્યો હતો તે બાબતે તેને લાગી આવતા તેણે જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો પાંચ માસનો છે અને સાસુ સસરા સાથે જ રહે છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News