તેરા તુજકો અર્પણ: મોરબીમાં સોની વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ 17.24 લાખના સોના ચાંદીના દાગીના પરત આપતા એસપી મુકેશ પટેલનું સોની સમાજે કર્યું સન્માન ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ


SHARE







વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ

વાંકાનેર ખાતે આવેલ શીવ શક્તિ હોટેલમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને અનુલક્ષીને અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી તથા સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગેરંટી કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શીક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણ અપનાવી લોકોને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તેવી આમ આદમી પાર્ટીની નેમ છે જ્યારે વાંકાનેર વિધાનસભા ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વાંકાનેરના પ્રવાસ દરમિયાન લોકોના પ્રશ્ર મળી રહ્યા છે જેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પુર્ણ થાય તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે ઉસ્માન ગની સેરસીયા, અર્જુનસીહ વાળા, આરીફ બલોચ, નજરુદીન બાદી, ઈર્શાદ મહિકા, સાહેરાબેન કડીવાર, યાકુબ માથકિયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News