મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી ટ્રકની તાલપત્રી કાઢતા નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીની પીપળીયા ચોકડી ટ્રકની તાલપત્રી કાઢતા નીચે પટકાયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રક ઉપરથી તાલપત્રી કાઢતા સમયે નીચે પટકાયેલા યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના મીરજાપુર જિલ્લાના પહાડી ગામના રહેવાસી સુનિલકુમાર કમલાપ્રસાદ દુબે (ઉંમર ૪૬) મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ અર્જુન એન્ટરપ્રાઇઝ કોલસાના ડેલાની બહારના ભાગે ટ્રક ઉપર લગાવવામાં આવેલ તાલપત્રીને કાઢતા હતા દરમિયાન ટ્રક ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

બિહારના સારન બસંતપુર બંગલામાં આવેલ વેજલપુરમકેર ગામે રહેતો નિર્ભય પ્રમોદકુમાર તિવારી નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના મકનસર ગામ નજીક સર્વિસ રોડ ઉપર સમય એન્જિનિયરિંગ પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હોવાથી તેને ઇજાઓ થતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રહેવાસી દેવાંગ શૈલેષભાઈ સોલંકી નામના યુવાનને હળવદના શરણેશ્ર્વર મહાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News