મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણને લીધે ઝેરી દવા પી ટ્રાન્સપોર્ટરે કર્યો આપઘાત


SHARE







મોરબીમાં આર્થિક સંકળામણને લીધે ઝેરી દવા પી ટ્રાન્સપોર્ટરે કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પટેલ યુવાને હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી.જેથી તેનું મોત નીપજતા યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે આર્થિક સંકડામણને લીધે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પટેલ યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું જેને લઈને તેનું મોત નીપજ્યું હતું.

 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામની પાસે મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા જાતે પટેલ (ઉમર ૪૫) રહે.મધુસુદન હાઇટસ રવાપર રોડ મોરબી વાળાએ ઝેરી દવા પી લીધી હતી અને જેને લીધે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી તેમના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા બનાવના કારણ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે મૃતક મહેન્દ્રભાઈ ભોરણીયા ટીંબડીના પાટીયા નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં આર્થિક સંકળામણ રહેતી હોય તેના પગલે તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું અને જેને લઈને તેમનું મોત નીપજયું છે.

 

ચરાડવા ગામે મારામારી

 

હળવદના ચરાડવા ગામે તળાવ પાસે રહેતા મહેશભાઈ વાલજીભાઈ પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને ચરાડવા ગામે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું કે મહેશભાઈ પરમાર છત ભરવાનું કામકાજ કરાવી રહ્યા હોય અને એ દરમિયાન કોઇના દ્રારા લાઈટનો વાયર તૂટી જતા બાજુમાં રહેતા હીરાભાઈ ભરવાડ સાથે આ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તે દરમિયાન થયેલ મારામારીના બનાવમાં તેમને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રાના કોંઢ ગામે રહેતા કાનજીભાઈ ગાંડાલાલ ખવાસ નામના ૭૯ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

 

વાહન અકસ્માતમાં ઈજા

 

કચ્છના ભચાઉ નજીક આવેલ સામખયારીમાં પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ હરિભાઈ મઢવી નામના ૩૯ વર્ષીય યુવાનને સામખયાળીના ટોલનાકા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે સામખયારી પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મહમદભાઈ સદામભાઈ નામના ૩૦ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News