મોરબીમાં આર્થિક સંકળામણને લીધે ઝેરી દવા પી ટ્રાન્સપોર્ટરે કર્યો આપઘાત
મોરબીના બહાદુરગઢ પાસે પ્રોપેન ગેસના કટિંગ સમયે રેડ: ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબીના બહાદુરગઢ પાસે પ્રોપેન ગેસના કટિંગ સમયે રેડ: ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ
મોરબી તાલુકાનાં બહાદુરગઢ ગામની સીમમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરવામાં આવતું હોવાની હક્કિત મોરબી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસ ભરેલ ટેન્કર, ખાલી સીલેન્ડર, બોલેરોગાડી, મોબાઇલ ફોન તથા ગેસ કાઢવાના સાધનો મળી કુલ ૨૯,૮૫,૪૨૪ ના મુદામાલ સાથે પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને ગેસ ચોરીના નેટવર્કમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
મોરબીના જૂના સદુળકા ગામ પાસેથી અગાઉ ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરી કરવામાં આવતી હોવાનું કૌભાન સામે આવ્યું હતું ત્યાર બાદ તાજેતરમાં મોરબી તાલુકાનાં બહાદુરગઢ ગામની સીમમાંથી ગેસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી અને લખો રૂપિયાના મુદામાલ સાથે ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે શકિતસિંહ ઝાલા,ચંદુભાઇ કાણોતરા તથા રણવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી તેના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રીજ પાછળ બામણકા સીમ જતા રસ્તે ગેસ કટિંગ કરવામાં આવે છે
જેથી એલસીબીની ટીમે બહાદુરગઢ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી ત્યારે જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર રહે. બન્ને રાજકોટ વાળા રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરો સાથે મેળાપીપણુ કરીને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળા બજારમાં ગેસ સિલિન્ડર વેચવાની પ્રવૃતિ કરતાં હોવાનું સામે આવી હતું અને પોલીસે સ્થળ ઉપરથી રામસીંગ વિજયસીંગ રાઠોડ જાતે દરબાર (૫૮) રહે. રાતાનાડા શિવરોડ, તાલુકો જોધપુર, જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલા જાતે આહિર (૨૬) અને પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા જાતે આહિર (૩૫) રહે. બંને શ્રીનાથજી સોસાયટી, મવડીરોડ, રાજકોટ વાળા મળી આવ્યા હતા જેથી ધરપકડ કરવામાં આવેલ છે
હાલમાં પોલીસ દ્વારા જેને પકડવામાં આવેલ છે તેની પાસેથી ગેસ ભરેલ ટેન્કર નં. એચઆર ૩૮ ટી ૦૮૫૩ જેની કિંમત ૨૬,૧૨,૪૨૪, ગેસના સીલેન્ડર ૨૮ નંગ જેની કિંમત ૫૬૦૦૦, બોલેરો ગાડી નં. જીજે ૩ બીવી ૮૦૫૨ જેની કિંમત ૩,૦૦,૦૦૦, ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી પાઇપ ૧, એન્ડ્રોઇડ ૩ મોબાઇલ આમ કુલ મળીને ૨૯,૮૫,૪૨૪ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઈ એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી