મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે


SHARE







મોરબીના રાજપરમાં ગૌશાળાના લાભાર્થે રાજા ભરથરી નાટક યોજાશે

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ લોકોને પેટ પકડાવીને હસાવવા માટેની નાટક પણ યોજાશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૮ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે “રાજા ભરથરી” ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. જેમાં ભાંભણ ગામના જય મહાકાળી ભવાઇ મંડળના કલાકારો નાટક રજૂ કરશે ત્યારે સંતો મહંતો, ઉદ્યોગકારો અને ગ્રામજનોને હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે આ તકે લોકોને પેટ પકડાવીને હસાવશે માટે ટિહલો ગગુડીયો નાટક પણ રાખવામા આવ્યું છે 






Latest News