મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે મેડીક્લેમના રૂપિયા ૪૬ હજાર વ્યાજ સાથે અપાવ્યા


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે મેડીક્લેમના રૂપિયા ૪૬ હજાર વ્યાજ સાથે અપાવ્યા

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મે.નેશનલ ઇન્સ્યુરન્સ વીમા કાુ. સામે રાજકોટ નાગરિક બેંકના નિવૃત કર્મચારી કિશોરભાઇ પલાણના મેડિકલ કલેઇમ કરતાં ગ્રાહક તકરાર નિવારણ કમીશને રૂા.૪૩,૬૦૫ (રૂ।.તેતાલીસ હજાર છસો પાંચ પૂરા) તા.૯-૭-૨૦ થી સાત ટકા વ્યાજ અને રૂા.ત્રણ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપવયનીને આદેશ કરેલ છે.

જયારે વીમા કાુ.ઓ મેડીકલેઇમ કે અન્ય વીમા ચુકવવામાં હાથ ઉંચા કરી આપે છે કોઇ ગ્રાહક અદાલતનો આશરો લેતા નથી જેના કારણે વીમા કાું.ઓ નાના-મોટા વાંધા કાઢીને ગ્રાહકોને વીમા ન ચુકવવા માટે પ્રયત્ન કરતાં હોય જ છે તેવું જણાય રહયું છે અને ગ્રાહકનો સમય બરબાદ કરે છે જો લાંબો સમય નિકળી જાય તો ગ્રાહક તે કેઇસ કરવાનો અધિકાર ચાલ્યો જાય છે માટે ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ.જાગૃત ગ્રાહક નિવૃત બેંક કર્મચારી કિશોરભાઇ પલાણે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વીમા કંપનીની સામે કેઇસ કરતાં ચુકાદો તેમની તરફેણમાં નિર્ણય આવેલ છે.ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ અને કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨)  નો સંપર્ક કરવો.






Latest News