મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય સરવડ ખાતે દાતાઓનું સન્માન કરાયુ


SHARE









મોરબીની શ્રી કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય સરવડ ખાતે દાતાઓનું સન્માન કરાયુ

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે શ્રી કે.પી.હોથી ઉ.મા.વિદ્યાલય ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભૌતિક સુવિધા માટે પોતાનું મૂલ્યવાન યોગદાન આપનાર દાતાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

ઉક્ત કાર્યક્રમમાં દાતાઓ જેમાં શ્રી સરવડ કેળવણી મંડળના મંત્રી રતિલાલભાઈ હોથી, અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઈ રંગપરીયા, ગિરીશભાઈ હોથી તેમજ શાળાના નવનિયુક્ત શિક્ષક વિપુલભાઈ કંઝારિયાએ પોતાનું આર્થિક અનુદાન આપ્યું હતું.આ પ્રસંગે સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, પટેલ કન્યા છાત્રાલયના ભૂતપૂર્વ પ્રમુખ વલમજીભાઈ અમૃતિયયા, એ.કે.પટેલ, રમેશભાઈ મેરજા, ઉપસરપંચ હિતેશભાઈ વિરમગામા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહીને દાતાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય સી.એમ.અગ્રાવતના મહેમાનોના સ્વાગત  પ્રવચન બાદ મોરબી જિલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડીયાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી દાતાઓને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક કમલેશભાઈ રાવલે કર્યું હતું.સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.




Latest News