મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા


SHARE









મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના છેલ્લા દિવસે મેગા ફાઇનલ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઘૂમયા હતા અને મેગા ફાઇનલના વિજેતાઓને સોનાની વસ્તુઓ સહિતના ઇનામો આપવામાં આવ્યા હતા

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દિવસના વિજેતા ખેલૈયાઓનો મેગા ફાઇનલ રાઉન્ડ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ રાસ ગરબે ઘૂમયા હતા અને વિજેતા થયેલા ખેલૈયાઓમાં પ્રિન્સ પાર્થ પાટડીયા, પ્રિન્સેસ છાયા આહીર, લીટલ પ્રિન્સ બોપલીયા ભવ્ય, લિટલ પ્રિન્સેસ વિશ્વા કવૈયાને સોનાની વસ્તુઓ તેમજ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયા અને તેમની ટીમ હાજર રહી હતી ત્યાર બાદ અજય લોરિયાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને પાટીદાર નવરાત્રી તરફથી ૧.૧૧ લાખનું અનુદાન આપ્યું હતું તે ઉપરાંત ગણેશ મંડપ સર્વિસ વાળા પાટીદાર અગ્રણી અરવિંદભાઈ બારૈયા, મોરબી પાલિકા માજી પ્રમુખ કેતન વિલપરા અને ટિકટોક સ્ટાર ઓમ બારૈયા સહિતના હાજર રહ્યા હતા છેલ્લે દેવેનભાઈએ જણાવ્યું હતું કે, સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી અને એકદમ સુરક્ષિત વાતાવરણમાં હજારો બહેનો રાસ ગરબે ઘૂમી હતી અને આ આયોજનને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો યંગ ઇન્ડિયા ગ્રુપ વતી આયોજકે આભાર વ્યક્ત કર્યો હતો




Latest News