મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ નજીક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના ગુંગણ નજીક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતો યુવાન પોતાના ઘરેથી બાઈક લઈને કામે જતો હતો ત્યારે રસ્તામાં આડુ કૂતરો ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મોરબી નજીકના ગુંગણ ગામે રહેતો અજીતભાઈ બીજલભાઇ કોળી (ઉંમર ૨૨) નામનો યુવાન ઘરેથી મોટર સાયકલ લઈને કામે જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ જતા અજીતભાઈ કોળીને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીની હેમલ પટેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિ ગુણ રેસીડેન્સીના નીલકંઠ પેલેસમાં રહેતા વાલુભાઇ ધનજીભાઈ વરમોરા જાતે પટેલ (ઉંમર ૬૯) મોરબીના ઘુટુ રોડ ઉપર નોબેલ વોલ ટાઇલ્સ નામના કારખાના પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા થવાથી વાલુભાઈ પટેલને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગર શેરી નં-૧ માં રહેતા લખુભાઈ દાનાભાઈ સોલંકી (ઉંમર ૪૦) પોતાના ઘર પાસે શેરીમાં હતા ત્યારે રીક્ષા ચાલકે તેને હડફેટે લેતા લખુભાઇ સોલંકીને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ધ્રાંગધ્રા નજીક આવેલ સોલડી ગામ પાસે રામદેવપીરના મંદિર નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને લીધું હતું જેથી કરીને સોલડી ગામે રહેતા જયદેવ ધનજીભાઈ બાવળીયા (૩૭) નામના યુવાનને ઇજા થતાં તેને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અકસ્માતના આ બનાવની હાલમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને ત્યાંથી ધાંગધ્રા પોલીસની જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના નગર દરવાજા પાસે મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી પાસે આવેલ રેવા પાર્કમાં રહેતા નવીનચંદ્ર મોહનભાઈ ચગ (ઉંમર ૮૦) નામના વૃદ્ધને અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટ લીધા હતા જેથી કરીને નવીનચંદ્રને ઇજાઓ થતા તેને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી






Latest News