મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેશન્મા ચોરીનો પ્રયાસ કરનાર રાજકોટના કુબલિયાપરાના બે બાળકોને લોકોને ધીબી નાખ્યા


SHARE







 

મોરબીના જૂના બસ સ્ટેશન્મા ચોરીનો પ્રયાસ કરનાર રાજકોટના કુબલિયાપરાના બે બાળકોને લોકોને ધીબી નાખ્યા

મોરબીના જુદા જુદા વિસ્તારમાં રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી આવતી ગેંગ દ્વારા નાની મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે. આવી જ રીતે આવેલી ગેંગ સાથે આવેલા બે બાળકો દ્વારા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મુસાફરના થેલા ફંફોસવામાં આવતા હોય ત્યાં એકત્રિત થયેલા લોકોએ બંને બાળકોને માર માર્યો હતો જેથી ઈજા પામેલા બાળકોને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ બંને બાળકો હોસ્પિટલેથી નીકળી ગયા હતા અને આ બનાવની હાલમાં આ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજકોટના કૂબાલિયાપરા વિસ્તારમાં રહેતા બે ભાઈ બહેનને લોકોએ માર માર્યો હતો જેથી તે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોના થેલા આ બંને બાળકો જેમાં એકની ઉમર ૧૭ વર્ષ અને બીજાની ૧૩ વર્ષ હતી તે ફંફોસી રહ્યા હતા જેથી કરીને ત્યાં એકત્રિત થયેલા લોકો દ્વારા તેને મારવામાં આવ્યો હતો બાદમાં તે બંનેને સારવાર માટે મોરબી સિવિલે લઈને ગયા હતા અને જોકે પ્રાથમિક સારવાર લઈને બંને બાળકો સિવિલ હોસ્પિટલેથી નીકળી ગયેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર નાના મોટી ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને તેમાં મોટાભાગે રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી આવતી ગેંગ હોય તેવું અગાઉ પણ સામે આવ્યું છે ત્યારે વધુ એક વખત ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોએ અટકાવ્યો હોય તેવું સામે આવ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ ત્રણ ડેમ પાસેથી બાઈક લઈને રાજકોટના પેડક રોડ ઉપર આવેલ આર્યનગરમાં રહેતા નાનજીભાઈ ભોજાભાઇ સોલંકી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નાનજીભાઈ સોલંકીને ઇજાઓ થઇ હતી જેથી કરીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા છે અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પાસે અજાણ્યા બાઈક ચાલકે અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ કગથરા (૪૬) રહે ધ્રોલ તાલુકો જીલ્લો જામનગર વાળાને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતમાં બનાવમાં અશ્વિનભાઈ કગથરાને ઈજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

છરી લાગતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા વિજય ગોરધનભાઇ સાલાણીયા નામના ૨૮ વર્ષના યુવાનને હાથના ભાગે છરી લાગતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવતા હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે પોતાના મિત્રોની સાથે બોલાચાલી ઝપાઝપી દરમિયાન વિજયને હથેડીમાં છરી લાગી હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.

બ્લેડ વડે ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ ઉપર મફતપરા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગે રહેતા સોનુભાઈ સલીમભાઈ મંસુરી નામના ૧૯ વર્ષના યુવાનને પીઠના ભાગે બ્લેડના ઘા લાગતા તેને સારવારમાં મોરબી ખસેડાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News