મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે
ચીફઓફીસર વિહોણી મોરબી પાલીકામાં તાત્કાલિક હાઈકેડરના અધિકારીને મૂકવા સીએમને રજૂઆત
SHARE
ચીફઓફીસર વિહોણી મોરબી પાલીકામાં તાત્કાલિક હાઈકેડરના અધિકારીને મૂકવા સીએમને રજૂઆત
ગુજરાતની એ ગ્રેડની પાલિકાઓમાં મોરબી નગરપાલીકા આવે છે તો પણ અહી હાઈકેડરનાં ચીફ ઓફીસરને મૂકવામાં આવતા નથી જેથી કરીને ૬૫- મોરબી માળીયા વિધાનસભાના મતદાર અને જાગૃત યુવાન નિર્મિત કક્કડ દ્વારા સીએમને રજૂઆત કરીને અહી હાઈકેડરના ચીફ ઓફિસરની તાત્કાલિક નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરી છે
મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી પાલીકા ચીફઓફીસર વિહોણી બની છે. જેથી કરીને અહી લોકોની સમસ્યાઓને કમી ધોરણે ઉકેલ્લી શકે તેવા હાઈકેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવામાં આવે તેવી સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવેલ છે વર્ષ -૨૦૧૩માં તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈ મોદીએ મોરબીને જીલ્લો જાહેર કર્યો હતો અને ૯ વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ જંખી રહી છે.
શહેરના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવાના પાણીની સમસ્યા, જાહેર શૌચાલયોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા સહીત ની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેરમાં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય તેમ છે ગત નગરપાલીકાની ચુંટણીમાં મોરબીની પ્રજાએ મોરબી પાલીકાનાં કુલ ૧૩ વોર્ડની તમામ ૫૨ બેઠકો ભાજપને અપાવી હતી પરંતુ પાલીકા તંત્ર પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે
માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવાના અહેવાલો વારંવાર મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકામાં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે માટે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશનો ડંકો વગાડનાર મોરબી શહેરની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજાની સુખાકારી માટે હાઈકેડરના ચીફ ઓફીસરની નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવા રજૂઆત કરવામાં આવી છે