મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં


SHARE







મોરબીના લાલપર પાસે બે બાઈક સામસામે અથડાતા યુવાન અને વૃદ્ધ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક હોટલ પાસે બે ટુ-વ્હીલરો સામસામે અથડાયા હતા જેમાં યુવાન અને વૃદ્ધ એમ બે લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં દવાખાને ખસેડાયા છે.

ઉપરોક્ત વાહન અકસ્માતની મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે શક્તિ કૃપા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે બાઈક સામસામે અથડાયા હતા તે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુનિલભાઈ સુરેશભાઈ (૩૧) રહે.વિદ્યુતનગર સામાકાંઠે મોરબી-૨ અને મોરબીના લાલપર ગામે રહેતા કરશનભાઈ ખોડીદાસ અઘારા (૬૪) નામના બે લોકોને ઇજાઓ પહોંચી હોય બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ પાવનપાર્ક વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતીભાઈ હાંસલીયા નામના ૪૪ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવારમાં દવાખાને લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના સિક્યુરિટી ગેઇટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા નામના ૪૪ વર્ષીય યુવાનને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને મારામારીના બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા રીનાબેન માલદેવભાઈ રાઠોડ નામની ૩૫ વર્ષીય મહિલાને તેના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને રીનાબેનને પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામ નજીક આવેલા રાજપર ગામ પાસે બાઈકમાં જતા સમયે બાઈકમાંથી નીચે પડી જતા જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા વિવેક શૈલેષભાઈ વાઘેલા નામના ૧૪ વર્ષીય સગીરને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News