મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE







મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી

ગુજરાતમાં ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી છે તો પણ આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી જેથી ગત તા.૫/૧૦ સુધીની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું તો પણ કોઈ પ્રતિસાદ નહી મળતા તા.૬/૧૦ થી ગુજરાત ભરમાંથી સાધુ સંતો પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી (સત્યાગ્રહ છાવણી) ગાંધીનગર ખાતે એકત્ર થયેલ હતા અને ત્યાર બાદ ગુજરાતનાં મહેસૂલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીએ બે વખત મિટિંગ માટે આગેવાનો બોલાવ્યા હતા અને તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આગામી તા.૧૩/૧૦ નાં રોજ પ્રતિનિધી મંડળને મુલાકાતનો સમય આપેલ છે જે મુલાકાત આખરી તથા સુઃખદ ૨હે તેમજ સાધુ સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે અને જો સાધુ સમાજના હીતમાં કોઈ ઠોસ નિર્ણય નહી લેવામાં આવે તો ગુજરાત સાધુ સમાજ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ધરણાપ્રદર્શન તથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વધુમાં મોરબી ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન ગુલાબગીરીએ જણાવ્યુ હતું કેવર્ષો પહેલા દિવેલિય માટે સાધુ સંતોને જમીનો આપવામાં આવી છે જો કેતેઓને ખેડૂત ગણવામાં આવતા નથી જેથી કરીને તેઓએને ખેડૂત ગણવામાં આવે તે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ હાલમાં મૂકવામાં આવી છે






Latest News