મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત


SHARE







વાંકાનેરના લાલપર નજીક જીનમાં કલર કામ કરતાં યુવાનનું વિજશોર્ટથી મોત

વાંકાનેરના લાલપર ગામ પાસે સીમમાં આવેલ જીવનધારા કોટન જીનમાં કલર કામ કરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન યુવાન કલરકામ કરતાં સમયે વીજ વાયરને અડી જતા તેને વીજ શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતો મોહીનભાઈ ઝાકીરહુસેનભાઇ ડંડીયા (૨૩) વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જીવનધારા કોટન જીન ખાતે કલર કામ કરવાની કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કલરકામ કરતાં સમયે તે વીજવાયરને અડી જતા તેને ઈલેક્ટ્રીક સોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બે બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી બેન્ક પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મીઠાલાલ પ્રેમજીભાઈ પરમાર જાતે દલવાડી (૨૯) રહે. માધાપર શેરી નં-૨૯ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News