મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા


SHARE







જામનગર આવેલા વડાપ્રધાન મોદીએ મોરબીના ખબર અંતર પૂછ્યા

જામનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીના હાલચાલ પૂછ્યા હતા. સાથે તેઓના ખબર અંતર પણ પૂછી લાગણીસભર વાતચીત કરી હતી.

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બ્રિજેશભાઈ મેરજાને મોરબી પંથકના હાલ ચાલ પૂછ્યા હતા. તેઓએ બ્રિજેશભાઈને પૂછ્યું હતું કે મોરબી જોશમાં છેને ? મજામાં છે ને ? સામે બ્રિજેશભાઈએ આપના આશીર્વાદ છે તેવો મિતભાષી પ્રત્યુતર આપ્યો હતો. બીજી તરફ આજના જામકંડોરણા ખાતેના કાર્યક્રમ પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સાંસદ મોહનભાઇ કુંડારિયા તરફ નિર્દેશ કરીને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું કહ્યું હતું.






Latest News