વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા


SHARE









મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામે તાલુકા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં માતાજીના મંદિર પાસે જુગાર રમી રહેલા પાંચ ઇસમો મળી આવતા પોલીસે ૧૧૮૦૦ ની રોકડ રકમ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી

મોરબીના લીલાપર ગામે શીતળા માતાના મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા કિરણ ઉર્ફે બેબો નાગજી દેગામાં જાતે કોળી (૨૬) રહે. લીલાપર વિલ્સન પેપર મીલ સામે, સુનિલ મગન દેગામા જાતે કોળી (૨૯) રહે. લીલાપર, સોનલબેન રાજેશ આંતરેશા જાતે કોળી (૩૦) રહે. લીલપર, રીટાબેન સંજયભાઈ પરેચા જાતે કોળી (૩૦) રહે. લીલાપર અને કિશન વેલાભાઇ મગવાણીયા (૨૬) રહે. લીલાપર વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા અને પોલીસે રોકડા રૂપિયા ૧૧૮૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે રહેતા પદ્માબેન છગનભાઈ મકવાણા અને હંસાબેન છગનભાઈ મકવાણાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.એ. જાડેજા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે પદ્માબેન અને હંસાબેન મોરબી તરફથી પોતાના ઘેર પીપળી જતા હતા ત્યારે પીપળી ગામ પાસેના પાવર હાઉસ પાસે તેમના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવવામાં બંનેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીમાં કેનાલ રોડ ઉપર ભોજાણીની વાડી રામજી મંદિર પાસે  રહેતો પ્રભુભાઈ મનસુખભાઈ ખાણઘર (૨૨) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવવામાં તેને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.




Latest News