હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

અમૃતિયા પરિવારનો માસ્ટર સ્ટ્રોક: મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સસ્તો ગેસ સપ્લાઈ કરવા કતારની કંપની સાથે કર્યા MOU


SHARE













અમૃતિયા પરિવારનો માસ્ટર સ્ટ્રોક: મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સસ્તો ગેસ સપ્લાઈ કરવા કતારની કંપની સાથે કર્યા MOU

મોરબીની ઓરેસા કંપની દ્વારા કતારની કિંગ ગેસ કંપની સાથે હાલમાં હોટલ ફર્ન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એમઓયુ કરવામાં આવેલ છે અને આ કંપની દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગકારોને આગામી સમયમાં વર્તમાન સમયમાં જે ભાવે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મળે છે તેના કરતાં ૧૦ થી ૧૫ ટકા નીચા ભાવે ગેસ સપ્લાય કરવા માટેની ખાતરી આપવામાં આવી છે અને આ પ્રોજેક્ટ સાકાર થાય એટલે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ચાંદી જ ચાંદી થઈ જાય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

મોરબીની આસપાસમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ કારખાનાઓ સતત ધમધમતા હોય છે અને તેમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને નેચરલ ગેસ તેમજ પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે અને અન્ય ખાનગી કંપની દ્વારા પ્રોપેન ગેસનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે જેનો ઉપયોગ કરીને બજારમાં ટકી રહેવા માટે અને ખાસ કરીને ચાઇનાની સામે ટક્કર મારીને વિશ્વમાં ટકી રહેવા માટે થઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સતત પોતાના ભાવને નીચા લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને ગેસના ભાવ નીચા આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ ફાયદો થાય તેવી શક્યતા છે જેથી કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના અમૃતિયા પરિવાર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આગામી સમયમાં ગેસના ભાવમાં વધુ ફાયદો થાય તેના માટે થઈને આજે કતારની ગેસ કંપની સાથે એમઓયુ કરવામાં આવેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવારની ઓરેસા કંપની તેમજ કતારના શેખની કિંગ ગેસ કંપની વચ્ચે મોરબી હોટલ ફર્ન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગેસ બાબતે એમઓયુ કરવામાં આવેલ છે અને જેની માહિતી આપતાં કિંગ ગેસ કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગુજરાત ગેસ કંપની દ્વારા જે નેચરલ ગેસની સપ્લાય મોરબીમાં ઉદ્યોગકારોના કારખાનામાં કરવામાં આવે છે તેની સાથોસાથ જે પ્રોપેન ગેસની સપ્લાય અન્ય કંપની દ્વારા મોરબીમાં કરવામાં આવી રહી છે તેની સામે કિંગ ગેસ કંપની દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગકારોને સરેરાશ ૧૦ થી ૧૫ ટકા ગેસ નીચા ભાવે સપ્લાય કરવામાં આવશે તેવી આ કંપનીએ ખાતરી આપી છે અને હાલમાં મુન્દ્રા પોર્ટ ખાતેથી ગેસને મોરબી સુધી લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જોકે ભવિષ્યમાં કંડલા પોર્ટ ઉપર ગેસ ઉતારીને ઝડપથી મોરબીના ઉદ્યોગકારો માટે ગેસ લાવી શકાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી લાગણી પણ ગેસ કંપનીના પ્રતિનિધિ એ વ્યક્ત કરી હતી.

આટલું જ નહીં પરંતુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો એલએનજી ગેસ અને પ્રોપેન ગેસ બંનેમાંથી જે ગેસ સસ્તો હોય તેનો ઉપયોગ પોતાના કારખાનમાં માલના ઉત્પાદન માટે કરી શકે તેના માટે થઈને ગેસ કંપની દ્વારા તે પ્રકારનો વિકલ્પ પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપવામાં આવશે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે આગામી સમય સુવર્ણયુગ સાબિત થાય તો નવાઈ નથી અંતમાં કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા ૩૫ વર્ષથી તે જાહેર જીવનમાં છે અને હરહમેશ મોરબી અને અહીના ઉદ્યોગકારોના હિતમાં તેઓએ કામગીરી કરેલ છે અને મોરબી તેમજ અહીના ઉદ્યોગકારોને વધુમાં વધુ ફાયદો તેઓ અને તેના પરિવારના મધયામથી મળે તેના માટે કતારની કિંગ ગેસ કંપની સાથે તેઓની કંપની દ્વારા એમઓયુ કરવામાં આવેલ છે આ તકે ઠકારશીભાઈ આઘારા (સિમ્પોલો ગ્રૂપ), સાવજીભાઇ કાલરિયા (સનવર્લ્ડ ગુપ), રાજુભાઇ ધમાસણા (સોરીસો ગ્રૂપ), હરિભાઇ પટેલ (શ્રીજી સિરામિક ગ્રૂપ) મોરબી સિરામિક એઓ.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, માજી પ્રમુખ પ્રફુલ્લભાઈ દેત્રોજા, શેખરભાઈ આદ્રોજા, પ્રમોદભાઈ વરમોરા, અનિલભાઈ વરમોરા, હિતેશભાઇ દેત્રોજા, હસુભાઈ પટેલ, હિતેશભાઇ પટેલ, અમિતભાઈ દેથરિયા, કૈલાશભાઈ સાણંજા, જીતુભાઈ કાલરિયા જગદીશભાઇ આઘારા સહિતના સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને અમૃતિયા પરિવારના નવા સહાસ અને એમઓયુને આવકારેલ છે






Latest News