મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામેથી ૯૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપી ફરાર


SHARE









મોરબી નજીક નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામેથી ૯૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપી ફરાર

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર પસાર થતી હતી તે કારમાંથી વિદેશી દારૂની ૯૪ બોટલો મળી આવી હતી જેથી કરીને એલસીબીની ટીમે દારૂ અને કાર મળીને ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કરીને મોરબી બી ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને મુદામાલ ત્યાં સોંપી આપેલ છે જો કે, આરોપી કાર છોડીને નાશી ગયો હોવાથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દારૂ  સહિતના ગુના શોધવા માટે કાર્યરત છે ત્યારે એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં ખાનગી બાતમી આધારે કે પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા રહે. ગુંદાળા તાલુકો જસદણ વાળો સ્વીફટ કાર નં જીજે ૩ સીઇ ૨૨૮૦ માં દારૂનો જથ્થો ભરીને વાંકાનેરથી મોરબી તરફ ડીલીવરી આપવા આવનાર છે જેથી કરીને મોરબી- વાંકાનેર હાઇવે રોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલપંપ સામે હકિકત વાળી ગાડીની વોચમાં હતા ત્યારે ગાડી નીકળી હતી જેને રોકાવવાનો પ્રયત્ન કરતા ગાડી સર્વિસ રોડ ઉપર ઉભી રાખીને કાર ચાલક દારૂનો જથ્થો ભરેલ ગાડી મુકી નાસી ભાગી હતો જેથી પોલીસે ૧,૫૦,૦૦૦ ની સ્વીફટ કાર અને ૯૪ બોટલ દારૂ જેની કિંમત ૪૫,૮૨૫ આમ કુલ મળીને ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કબ્જે કરેલ છે અને મોરબી બી ડીવીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે દારૂ ભરેલી કાર સી હોડીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News