મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસ લાઈનની બાજુમાં વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં પોલીસ લાઈનની બાજુમાં વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની સામે ગુનો નોંધાયો

હળવદમાં પોલીસ લાઈનની બાજુમાંથી પસાર થતાં વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ  ઝડપ કરવામાં આવી હતી અને વૃદ્ધાને ધક્કો મારીને પછાડી દેવામાં આવ્યા હતા જેથી ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ વૃદ્ધાએ હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચીલઝડપનો ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં પોલીસ લાઈનની બાજુમાં રહેતા મંજુલાબેન મહાદેવભાઇ પ્રજાપતિ (૬૪) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે કે, તેઓ બે દિવસ પહેલા રાત્રિના સમયે દૂધ લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને તેના ગળામાં પહેરેલ સોનાના ચેનને જુટવવા જતા સોનાના ચેનના ટુકડા થઈ ગયા હતા અને અંદાજે ૮ ગ્રામ સોનાનો ચેન જેની કિંમત ૪૦૦૦૦ નો સોનાનો ચેન જૂઠવીને બંને શખ્સો નાસી છૂટ્યા હતા તેમજ ચીલઝડપ સમયે વૃદ્ધાને ધક્કો મારીને પછાડી દીધા હતા જેથી તેઓને ડાબા પગના ઢીંચણમાં અને જોઈન્ટના સ્નાયુઓમાં નુકસાન થયું હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લાલ કલરના બજાજ પલ્સરમાં આવેલા અને ચીલઝડપ કરીને નાશી છૂટેલા બંને શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને દારૂની બોટલો સાથે પોલીસે કુમારભાઈ જાદવભાઈ સિંધવ જાતે સલાટ (૩૩) રહે. જાંબુડીયા વાળાની ધરપકડ કરેલ છે






Latest News