મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસેથી ૩૩ બોટલ દારૂ સાથે થાનના બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના નીચી માંડલ પાસેથી ૩૩ બોટલ દારૂ સાથે થાનના બે શખ્સ પકડાયા

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં પીપળી જેતપર રોડ ઉપર એલસીબીના સ્ટાફે દારૂની રેડ કરી હતી અને ગોડાઉનમાંથી ૭૪૧૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દરમ્યાનમાં તાલુકા પોલીસે પણ મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની સીમમાંથી બે ઈસમોની ૩૩ બોટલ દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે જોકે બંને ઈસમો સુરેન્દ્રનગરના થાન પંથકના હોય અને મોરબી તાલુકા વિસ્તારમાંથી પકડાયા છે પરંતુ તેઓ પાસેથી કોઈપણ વાહન કે મોબાઈલ સહિતની કોઈપણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી નથી તે હકીકત છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા નીચી માંડલ ગામ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ઝારકો સિરામિક  સામેથી ઘુંટ ગામ તરફ જવાના રસ્તે પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડમાં બે ઈસમો પકડાયા હતા અને તેઓ પાસેથી રૂપિયા ૧૨૩૭૫ ની કિંમતની ૩૩ બોટલ દારૂની મળી આવી હોય હાલ સ્થળ ઉપરથી તાલુકા પોલીસ સ્ટાફે રાહુલ સવશી મેર જાતે કોળી (૨૦) અને સંજય સામજી વિજવાડીયા જાતે કોળી (૨૦) બંને રહે. ઝાલાવાડ પોટરી પાછળ રવિનગર થાન જિલ્લો સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી અત્રે ઉલેખનીય છે કે, બંને શખ્સ થાનના છે તો પણ મોરબી તાલુકા પોલીસ દ્વારા દારૂ સિવાય તેની પાસેથી કોઈ વસ્તુ કબજે કરવામાં આવેલ નથી જેથી આ શખ્સો થાનથી દારૂ લઈને પગપાળા ચાલીને આવ્યા હતા !

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામથી આગળ આવેલ આઈટીઆઈ નજીક બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં લતીપર તરફથી ઘુટુ ગામ તરફ જતા કીડીયાભાઈ ડામોર (૩૬) મૂળ રહે કુરિયા જાબુવા એમપી હાલ રહે મોરબીને ઇજાઓ થતા તેને શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા હિતેશ રવજીભાઈ મુછડીયા નામના ૨૮ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે આવેલ નજરબાગ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News