મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન-ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વોંડો ચેમ્પિયનશિપમાં માર્યું મેદાન


SHARE







મોરબીની નવજીવન-ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વોંડો ચેમ્પિયનશિપમાં માર્યું મેદાન

રાજસ્થાનના જયપુરમાં જયપુર ટેક્વોંડો એસોસિએશન દ્વારા ગત તા૭ થી ૯ સુધી 1st ભગવાન નિંબાર્ક ઓપન નેશનલ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨ નું આયોજન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૨૪ જેટલી ટીમના ૬૮૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી મોરબીની નવજીવન વિદ્યાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS)ની ટીમે ટેક્વોંડોની પુમસે તેમજ ક્યોરુગી ઈવેન્ટમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૧૩ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ તેમજ ૭ બ્રોન્ઝ મેડલ સાથે સમગ્ર ભારતમાં બીજા નંબરથી આ શાળાની ટિમ વિજેતા બની છે. અને શાળાના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય, મોરબી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડેલીયા, હાર્દિકભાઈ પાડેલીયા, બ્રિજેશભાઈ પટેલે ટીમના કોચ વિરેન્દ્સિંહ ગોહિલ અને ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.






Latest News