મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીથી ધંધાના કામે કચ્છ ગયેલ યુવાનનું બાઇક સ્લીપ થયા બાદ બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીથી ધંધાના કામે કચ્છ ગયેલ યુવાનનું બાઇક સ્લીપ થયા બાદ બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ પાસેની પાટીદાર ટાઉનશિપમાં રહેતો અને મૂળ રાજકોટ જિલ્લાનો વતની યુવાન પોતાના મિત્રની સાથે બાઈકમાં ધંધાના કામ સબબ કચ્છ ગયો હતો અને પરત ફરતી વખતે તેઓ રસ્તો ભૂલી જતા રાધનપુરના રસ્તે ચડી ગયા હતા અને ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઇજા પામેલા યુવાનને રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર ઉપર હતો અને ત્યારબાદ તેને અહીં મોરબી લાવવામાં આવતા અહીં મોરબી ખાતે તે યુવાનનું મોત નીપજ્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલી પાટીદાર ટાઉનશિપમાં રહેતો નિખિલ અમૃતલાલ કનેરિયા જાતે પટેલ નામનો ૩૭ વર્ષનો યુવાન પોતાના મિત્રની સાથે બાઈકમાં સિરામીક રો-મટીરીયલનો ધંધો કરતો હોય ધંધાના કામ સબબ કચ્છ બાજુ ગયો હતો અને કચ્છના કટારીયા ખાતેથી ભચાઉ તરફથી તેઓ જ્યારે પરત મોરબી આવતા હતા ત્યારે ગત તા.૨૨-૯ ના રોજ કટારીયા ગામ પાસેના જૈન મંદિર નજીક તેઓ રસ્તો ભૂલી જતા રાધનપુર હાઇવે ઉપર ચડી ગયા હતા અને ત્યાં રાધનપુર હાઇવે ઉપર તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈને રોડ ઉપરથી નીચે ઉતરી જતા બંનેને ઈજા પહોંચી હતી જે પૈકી નિખિલ કનેરિયાને છાતી અને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેને ત્યાંથી જ રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલે અને ત્યારબાદ સિનર્જી હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાં તે છેલ્લા ઘણા દિવસોથી વેન્ટિલેટર ઉપર હતો અને તેની હાલતમાં કોઈ સુધારા જણાતો ન હોય અંતે તેને વેન્ટીલેટર સાથે જ મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તેનું સારવાર દરમિયાન જ ગઇકાલે મોત નીપજયુ હતું.તેમ તપાસ અધીકારી હરેશભાઇ ચાવડા પાસેથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા તાલુકાના નવી નવલખી ખાતે રહેતો હુસેનભાઇ હાજીભાઈ બુચડ નામનો ૧૯ વર્ષનો યુવાન ગઇકાલના બપોરના બારેક વાગ્યાના અરસામાં મોરબીના કંડલા બાયપાસ કામધેનુ ગાર્ડન પાસેથી જતો હતો ત્યારે ત્યાં કામધેનુ અને પંચાસર ચોકડીના વચ્ચે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા હુસેનભાઈ બુચડને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના જેલચોક પાછળ આવેલ મકરાણીવાસ વિસ્તારમાં રહેતો રોશન દેવશીભાઈ પરમાર નામનો પાંચ વર્ષનો બાળક સાયકલ ફેરવી રહ્યો હતો ત્યારે સાયકલમાંથી પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવાયો હતો.




Latest News