મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની બે દિવસની કારોબારી બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની બે દિવસની કારોબારી બેઠક યોજાઈ

મોરબીમાં એબીવીપીના પ્રદેશના હોદેદારોની હાજરીમાં કારોબારી બેઠક યોજાઇ હતી અને તમા ગુજરાતભરમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને વર્તમાન સામાજિક પરિસ્થિતિઓ અને શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા. હાલમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વર્ષમાં બે લાખથી વધુ સદસ્યતા કરવામાં આવી છે. અને સાથે ૧૯૩ કરતાં પણ વધુ નગર કારોબારીઓની ઘોષણા કરવામાં આવી છે તેની સાથે જ હાલ સમગ્ર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ભરના ૧૦૦૦ જેટલા કેમ્પસમાં વિધાર્થી પરિષદની કારોબારી ઘોષણા કરવામાં આવશે.

મોરબીમાં યોજાયેલ પ્રદેશ કારોબારીમા આગામી દિશા નક્કી કરવામાં આવી હતી. જેમાં રક્ત ઘટ અભિયાન દ્વારા યુવાનોમાં રક્તદાનનું મહત્વ સમજાવી રક્ત દાતા તરીકે પ્રેરિત કરી તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, વિધાન સભા ચૂંટણીમાં કેટલાક રાજનૈતિક દળો દ્વારા શિક્ષણ જગતને બદનામ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે તેની સામે વિધાર્થી પરિષદ યુવાનોને જાગૃત કરી તટસ્થ રીતે વધારેમાં વધારે મતદાન કરવા માટે જિલ્લા સ્તર પર મતદાન જાગૃતિ યાત્રાનું આયોજન કરશે. તેમજ ૧૫ નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ, ૧૯ નવેમ્બર રાણી લક્ષ્મીબાઈ જયંતિ નિમિતે છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવશે અને જાન્યુઆરી મહિનામાં જિલ્લાઓના વિવિધ વિષયો પર જિલ્લા સંમેલનોમા વિધાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અને આ બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક વિષયો પર ચર્ચા કરી હતી તેવું નગરમંત્રી શિવાંગ નાનકે જણાવ્યુ છે પ્રદેશ મંત્રી યુતિ પ્રદીપએ કહ્યું હતું કે, વિધાર્થી પરિષદ દ્વારા બે લાખથી વધુ વિધાર્થી સદસ્યતા કરવામાં આવી છે. વિધાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સમાજમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા વિવિધ વિષયોને લઇને વિધાર્થી પરિષદ, કઇ રીતે સમાજને મદદરૂપ થઇ શકે તે માટેની સકારાત્મક દિશા નક્કી કરવામાં આવી છે.






Latest News