વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ડૉ.હાર્દિક રવિચંદ જેસ્વાણીની નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશનના પ્રમુખપદે વરણી


SHARE









મોરબીના ડૉ.હાર્દિક રવિચંદ જેસ્વાણીની નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશનના પ્રમુખપદે વરણી

મોરબી જીલ્લામાં નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશનનાં પ્રમુખપદે અહીંના જાણીતા ડો.હાર્દિક રવિચંદ જેસ્વાણીની વરણી કરવામાં આવેલ છે.નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશન ૭૫ વર્ષ જૂની સંસ્થા છે અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબી જિલ્લો બની ગયો હોવા છતાં તેની અહીં બ્રાન્ચ ન હતી જોકે અંતે મોરબીમાં પણ તેની બ્રાંચ ખોલવામાાં સફળતા મળી છે અને તેના પ્રથમ પ્રમુખ તરીકેની જવાબદારી અહીંના ડો.હાર્દિક જેસવાણીને મળી છે.

ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીની મોરબી જીલ્લામાં NIMA (નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશન) નાં પ્રમુખપદે વરણી થયેલ છે.પોતાના વિવિધ સેવાકાર્યથી સમાજમાં જાણીતા ડૉ.હાર્દિક જેસ્વાણી છેલ્લા ૧૦ વર્ષથી હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને અન્ય ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી છે.કોરોનાનાં કપરા સમયમાં પણ તેમણે કરેલ ફૂડ પેકેટ વિતરણ કામગીરી, માસ્ક-સેનેટાઇઝર-ગ્લોઝ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પસ વિગેરે કાર્યોની પ્રશંસા કરી અખિલ ભારતીય વૈશ્ય મહાસંમેલન દ્વારા કરીને તેમનું સમ્માન કરવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત ખાસ તેઓ વર્ષોથી મા-બાપ વગરની દીકરીઓના સમૂહલગ્ન પણ કરાવે છે. આટલી નાની ઉંમરે આવા સેવાકાર્યો પ્રસંસનીય છે.મોરબી જિલ્લાના નેશનલ ઇન્ટેગ્રટેડ મેડિકલ એસોસિએશનના પ્રમુખપદે તેમની નિમણૂંક થતા તેમના શુભેચ્છકો તેઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.




Latest News