વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણી મુદે ગુજરાત ગૌરવ યાત્રાનો મહિલાઓએ કર્યો વિરોધ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે પાણી મુદે ગુજરાત ગૌરવ યાત્રાનો મહિલાઓએ કર્યો વિરોધ

મોરબીમાં ગુજરાત ગૌરવ યાત્રા આવી હતી અને તે કેન્દ્રીય મંત્રીના કાફલા સાથે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે પહોચી હતી ત્યારે પ્રભુ કૃપા પાસે પાણી નિયમિત ન આવતું હોવાથી સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાના રથને રોકી લેવામાં આવ્યો હતો અને મહિલાઓ બેડા સાથે આવી ગયેલ હતી જેને પોલીસના જવાનોએ ધક્કા મારીને રોડની સાઇડમાં કરી હતી બાદમાં રથ આગળ વધ્યો હતો

ગુજરાત ગૌરવ યાત્રા મોરબી જીલ્લામાં આવી હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામાં પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપ પાસે રથ પહોચ્યો હતો ત્યારે તે વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું ન હોવાથી રોષે ભરાયેલ મહિલાઓ પાણીના બેડા સાથે રોડ ઉપર આવી ગઈ હતી અને ગુજરાત ગૌરવ યાત્રામાં રથને રોકી લીધો હતો ત્યારે થોડી વાર માટે રસ્તા ઉપર ચક્કાજામ થઈ ગયો હતો અને ભાજપની ગૌરવ યાત્રા સાથે આવેલા નેતાઓએ મહિલાની વાતને સાંભળવાના બદલે પોલીસને આગળ કરી હતી અને મહિલાઓને રોડ ઉપરથી દૂર કરવા માટે પોલીસે જવાનોએ મહિલાઓને પણ ધક્કા માર્યા હતા અને મહિલાઓને રોડ ઉપરથી દૂર કરવામાં આવી ત્યાર બાદ ગુજરાત ગૌરવ યાત્રાનો રથ અને તેની સાથે આવેલ આગેવાનો આગળ વધ્યા હતા




Latest News