મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

ઐતિહાસિક ઘડી: મોરબીના રેલ્વે સ્ટેશને શુક્રવારે રાતે ૧૨ વાગ્યે આવશે પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન


SHARE







ઐતિહાસિક ઘડી: મોરબીના રેલ્વે સ્ટેશને શુક્રવારે રાતે ૧૨ વાગ્યે આવશે પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન

મોરબી જીલ્લામાં રેલવેના ટ્રેક ઉપર ડીઝલ એન્જિન વાળી ગાડી તો છેલ્લા ઘણા વર્ષોથી દોડી રહી છે જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ હતું અને તે કામ પૂરું થઈ ગયું છે ત્યારે શુકવરે રાતે બાર વાગ્યે મોરબીના રેલ્વે સ્ટેશને પ્રથમ વખત રેલ્વે ટ્રેક ઉપર ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવીને નિરીક્ષણ કરવામાં આવશે

મોરબી જીલ્લામાં નવલખી બંદર સુધી અને માળીયા થઈને કચ્છ સુધી ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવાનું લક્ષાંક નક્કી કરીને છેલ્લા ઘણા સમયથી રેલ્વે વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહયું હતું દરમ્યાન સુરેન્દ્રનગરથી મોરબી સુધી રેલ્વે ટ્રેકનું કામ પૂરું થઈ ગયું છે જેથી કરીને તેના નિરીક્ષણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શુક્રવારે રાતે બાર વાગ્યે સુરેન્દ્રનગર બાજુથી મોરબી ઇલેક્ટ્રિક રેલવે એન્જિન આવશે અને અંદાજે ૧૦૦ ની સ્પીડે આ ટ્રેન દોડાવવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News