મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો કરીશ: જી.ટી. પંડ્યા


SHARE









મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો કરીશ: જી.ટી. પંડ્યા

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર તરીકે જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે. તેઓનું સ્થાન ટેક્નીકલ એજ્યુકેશન વિભાગમાં ડિરેક્ટર તરીકે કાર્યરત જી.ટી. પંડ્યાએ લીધુ છે. અને તેમણે જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.

મોરબીના કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યાએ મોરબી જિલ્લાને વિકાસની નવી દિશાઓ આપી પોતાનો ઇન્ડસ્ટ્રીયલ વિભાગનો અનુભવ કામે લગાડી ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોને વધુ ઊંચાઇ આપી તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત કલેક્ટર જી.ટી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરી સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત ચાલતી યોજનાઓનો જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વધુને વધુ લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના પૂરોગામી કલેક્ટર જે.બી. પટેલ દ્વારા ચાલી રહેલ કામગીરીને સુપેરે આગળ ધપાવીને અનેક નવા કામોની શરૂઆત કરવાનો પણ કોલ આપ્યો છે.

મૂળ અમરેલી જિલ્લાના જી.ટી. પંડ્યા ૨૦૧૧ બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ માઇનીંગ એન્જિનીયરીંગમાં બી.ટેક. ની ડિગ્રી ધરાવે છે. અગાઉ તેઓ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર, છોટા ઉદેપુર જિલ્લામાં અધિક કલેક્ટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસ કમિશનના મેનેજિંગ ડિરેક્ટર તેઓએ પોતાની સેવા આપી છે અને છેલ્લે તેઓ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ રાજ્ય સરકારના ડિરેક્ટર તરીકે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તેઓની મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે




Latest News