મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાં ગુંજી શરણાઈ: મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં દિપાલીના ધવલ સાથે યોજાયા ધામધુમથી લગ્ન


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલયમાં ગુંજી શરણાઈ: મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં દિપાલીના ધવલ સાથે યોજાયા ધામધુમથી લગ્ન

વર્તમાન સમયમાં પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરવાના હોય છે તો પણ પરિવારજનોને ચિંતા વધી જતી હોય છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના આજે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા છે અને ૧૬ વર્ષ પહેલા લવારીસ મળી આવેલ દીકરીના રાજ્યના પંચાયત મંત્રી, સંતો મહંતો સહિતના આગેવાનોની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવેલ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં અનાથ દીકરી તેમજ સિંગલ પેરેંટ દીકરીઓને રાખવામા આવે છે અને તેના અભ્યાસ તેમજ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેના માટે મોરબીના દાતાઓ તરફથી છૂટા હાથે સંસ્થાને દાન આપવામાં આવે છે આ સંસ્થામાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે તા ૧૬ ના રોજ ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજી હતી અને સંસ્થાના સંચાલક ભરતભાઇ નિમાવત સહિતનાઓ દ્વારા દિપાલી રામજીભાઇ પટેલ નામની આ સંસ્થામાં જ રહીને મોટી થયેલ દીકરીના મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા

વિકાસ વિદ્યાલયના સંચાલક ભરતભાઇ નિમાવતએ જણાવ્યુ હતું કે, આજથી ૧૬ વર્ષ પહેલા ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી એક દીકરી મળી આવી હતી અને ત્યારે પણ દિવાળીના દિવસો હતા જેથી કરીને તેનું માન દીપાલી રાખવામા આવ્યું હતું અને એવું કહેવાય છે કે, જેનું કોઈ નથી તેના ભગવાન છે માટે તેના નામની પાછળ ભગવાન રામનું તે સમયે નામ જોડીને દિપાલી રામજીભાઇ પટેલ એવું નામ તેને સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું જેના આજે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, સાવજીભાઇ કાલરિયા, ગિરીશભાઈ પટેલ, સહિતના આગેવાનો તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતનાઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવેલ છે અને આ દીકરીને દાતાઓના સહકારથી સોના ચાંદીના દાગીના સહિતની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે

આ દુનિયામાં જેનું કોઈ નથી તેના ભગવાન છે તે કહેવાતને આજે મોરબીમાં યોજાયેલા દિપાલીના લગ્ન પ્રસંગે સાર્થક કરેલ છે અને આ દીકરીને નાનપણથી લઈને જુવાની સુધી કયારે સાપને પણ વિચાર્યું ન હતું કે તેના લગ્ન આવી રીતે ધામધુમથી યોજાશે ત્યારે આજે લગ્ન કરીને પ્રભુતામાં ડગ માંડવા માટે દિપાલી ધવલકુમાર કાલરીયા સાથે આગળ વધી રહી હતી ત્યારે ભારે હૈયે દિપાલી સંસ્થા અને તેની સાથે રહેતી તેની બહેનથી વિશેષ બહેનપણીઓને છોડવી પડી હતી ત્યારે સંસ્થાના સંચાલક સહિતનાઓએ ભારે હૈયે તેને સંસ્થામાંથી શુભ આશિષ સાથે વિદાય આપી હતી






Latest News