વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મકાનમાંથી રોકડા 30,000 ની ચોરી


SHARE









મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-2 માં રહેતા યુવાને સુતી વખતે પોતાના ઘરમાં બારી પાસે તેનું પાકીટ રાખ્યું હતું અને તેમાં રોકડા 30,000 રૂપિયા હતા દરમિયાન કોઈ શખ્સે રાતના સમયે ઘરમાં પ્રવેશ કરીને પાકીટમાંથી રોકડા રૂપિયા 30,000 ની ચોરી કરેલ છે જેથી કરીને યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપરડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-2 માં રહેતા દીક્ષિતભાઈ વશરામભાઈ પીપરોતર જાતે સગર (ઉંમર વર્ષ 21) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 9/10 ના રાત્રીના 11:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:30 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે જે ફરિયાદમાં યુવાને જણાવ્યું છે કે પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે સૂતી વખતે પોતાનું પાકીટ તેણે બારીમાં રાખ્યું હતું અને તે પાકીટમાં રોકડા રૂપિયા 30,000 હતા અને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરનો રવેસનો દરવાજો ખોલીને રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને બારીમાં મુકેલા પાકીટમાંથી રોકડા રૂપિયા 30,000 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ આવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News