મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા


SHARE









મોરબીના શનાળા ગામે સોમવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શનાળા ગામે આવેલ લીમડાવાળા મેલડી મંદિરના પાછળ ઉમિયાનગર સોસાયટીમાં શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા સોમવારના રોજ શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવે લ્ચે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના શનાળા ગામે તા. ૧૭ ને સોમવારે સવારે ૯ વાગ્યે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ વાગ્યે ઉમિયાનગર શનાળા ખાતે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાંદલિયા વાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી, શ્રી લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી અને શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટએ નિમંત્રણ આપ્યું છે

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા

વર્તમાન સમયમાં ઘણી વખત દીકરીને સાપનો ભારો સમજીને તરછોડી દેવામાં આવે તે સહિતના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે ત્યારે કેટલાક પરિવારો દ્વારા દીકરાના જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીના શકત શનાળા ગામના રહેવાસી રબારી જયેશભાઈ કાનાભાઈ કરોતરાએ તેના ઘરે દીકરીનો જન્મ થતાં આતિશબાજી કરીને દીકરીના જન્મને વધાવ્યો હતો ગત તા. ૧૧ ના રોજ જયેશભાઈ અને દક્ષાબેનના ઘરે દીકરી રૂપે લક્ષ્મીજીનું અવતરણ થયું છે ત્યારે કરોતરા પરિવારે દીકરીના જન્મને ઉજવણી કરીને વધાવ્યો છે




Latest News