મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે એડેન હિલમાં કરેલ જુગારની રેડની માહિતી આપવામાં લાજ કાઢતા અધિકારી !: જુગારીઓને છાવરવામાં કોને છે રસ ?


SHARE









ટંકારા પોલીસે એડેન હિલમાં કરેલ જુગારની રેડની માહિતી આપવામાં લાજ કાઢતા અધિકારી !: જુગારીઓને છાવરવામાં કોને છે રસ ?

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા સજ્જનપર ધૂનડા રોડ ઉપર આવેલ એડેન હિલના બંગલામાં જુગારની રેડ કરવામાં આવી હતી અને બપોરના સમયે જુગારની રેડ કરવામાં આવી હતી જેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓફિસિયલ ફરિયાદ નોંધાઈ ગઈ હોવા છતાં પણ જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જુગારીઓના નામ અને તેની માહિતી આપવા માટે થઈને એક મેક ઉપર ખો આપવામાં આવતી હતી દરમ્યાન સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જુગારની રેડમાં કુલ છ જુગારીઓને પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી અંદાજે ૧.૫૩ લાખ રૂપિયાની રોકડ અને એક ગાડી કબજે કરવામાં આવેલ છે જોકે, જુગારીઓના નામ શા માટે આપવામાં આવતા નથી અને ઓફિસિયલ ફરિયાદ નોંધ થઈ ગઈ હોવા છતાં પણ કેમ અધિકારી દ્વારા જુગારીઓના નામ આપવામાં લાજ કાઢવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે

મોરબીમાં સામાન્ય રીતે વીસીપરા, ત્રાજપર, વજેપર કે પછી જીલ્લામાં અન્ય કોઈપણ જગ્યાએ નાના મોટી જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો તેની માહિતી તાત્કાલિક જુગારીઓના ફોટો સાથે લોકો સુધી પહોંચે તેના માટે પોલીસ દ્વારા પત્રકારોને આપવામાં આવે છે જો કે, પોલીસ વિભાગ દ્વારા જે રીતે આ સારી કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે ટંકારા તાલુકાના સજનપર ઘુનડા રોડ ઉપર આવેલ એડેન હિલના એક બંગલામાં બપોરના સમયે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે જો કે, તેની માહિતી રાતના સાડા નવ વાગ્યા સુધી પત્રકારોને આપવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે પરંતુ જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓના નામ છાપરે ન ચડે તે માટે થઈને અધિકારીઓ દ્વારા એક મેક ઉપર ખો કેમ આપવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય છે જે જુગારીઓને પકડવામાં આવ્યા છે તેના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી તો શા માટે થઈને જુગારીઓના નામ અને તેના ફોટો પોલીસ વિભાગ દ્વારા પત્રકારોને આપવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મૂકવામાં આવેલા સ્થાનિક પીએસઆઇ હેરમા દ્વારા તેની ટીમ સાથે એડેન હિલમાં આવેલા એક બંગલામાં જુગારની રેડ કરવામાં આવી હતી અને રેડની કામગીરી પૂર્ણ થયા બાદ આ અધિકારી પોતાના કોઈ કારણોસર રજા ઉપર ઉતર્યા છે અને તેની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ આપવામાં આવેલ છે અને જે અધિકારીએ રેડ કરી હતી તેમને વારંવાર ફોન કરવા છતાં પણ તેમની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો તે ઉપરાંત જિલ્લાના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરવા માટેનો સંપર્ક કર્યો ત્યારે મોટાભાગના અધિકારીઓએ દ્વારા ફોન રિસીવ કરવામાં આવેલ નથી અને સામાન્ય રીતે પોલીસ વિભાગ નાના જુગારની માહિતી તાત્કાલિક પત્રકારોને આપે છે અને સોશિયલ મીડિયા મારફતે જુગારીઓના ફોટો પણ આપે છે જો કે, આ જુગારની રેડની માહિતી કે પછી જુગારીઓના ફોટો હજુ સુધી પોલીસ દ્વારા આપવામાં આવેલ નથી 

આ જુગારની રેડની ઓફિશ્યલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ ગયેલ છે તો પણ જુગાર રમતા કોણ પકડાયેલ છે તેની માહિતી કેમ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવતી નથી ? આટલું જ નહીં આ જુગારની માહિતી પત્રકારોને ન મળે તે પ્રકારની સૂચના અધિકારીઓ તરફથી આપવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે, સૂત્રોના કહેવા મુજબ જુગારની આ રેડમાં ઘરધણી ઉપરાંત કુલ મળીને છ જુગારીઓ ઝડપાયેલા છે અને તેની પાસેથી પોલીસે ૧.૫૩ લાખની રોકડ તેમજ એક કાર કબજે કરી છે જો કે, રેડ કરવામાં આવી તેની અંદાજે સાડા ચાર કલાક પછી પણ જે પોલીસ અધિકારી દ્વારા રેડ કરવામાં આવી છે તેના દ્વારા કેમ કોઈ માહિતી આપવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને બિન આધાર ભૂત સૂત્રોના કહેવા મુજબ આગમી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મતને નુકશાન ન થાય તે માટે અધિકારીને હાથા બનાવવામાં આવ્યા હોવાનું ટંકારામા ચર્ચાઇ રહ્યું છે

કોણ કોણ ઝડપાયા, મોબાઇલ ન હતા !

ટંકારાના ઘુનડા રોડે એડેન હિલ બંગલોમાં જુગારની ટંકારા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંગલાના માલિક ત્રિભોવન લાલજીભાઈ આદ્રોજા તેમજ યોગેશ નરભેરામભાઈ પટેલ, રમેશ ડાયાભાઈ પટેલ, નંદલાલ ભગવાનજીભાઈ પટેલ, પ્રવીણ કેશુભાઈ પટેલ નામના છ શખ્સો રૂપિયા 1.53 લાખ તેમજ કાર નં. જીજે 03 ઇએલ 0629 જેની કિંમત 3 લાખ આમ કુલ મળીને 4.53 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે જોકે જુગાર રમવા માટે આવેલા જુગારીઓ તેની સાથે મોબાઇલ લાવેલ હતા કે નહી ? કોઇ દાગીના પહેરીને ન આવ્યા હતા કે નહી ? તે તપાસમાં વિષય છે




Latest News