મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસ ખાતે વીમા પોલિસી કેમ્પ યોજાશે


SHARE









મોરબીની પોસ્ટ ઓફિસ ખાતે વીમા પોલિસી કેમ્પ યોજાશે

મોરબીમાં તા. ૨૦ અને ૨૧ એમ બે દિવસ માટે આકસ્મિક વીમા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ગૃપ જનરલ વીમા પોલિસીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક ફક્ત રૂપિયા ૨૯૯ અથવા ૩૯૬ નાં પ્રીમિયમથી આકસ્મિક રૂપિયા ૧૦ લાખનો વીમો અને રૂપિયા ૬૦,૦૦૦ સુધી દવાખાનાનો ઓપીડી ખર્ચ મળશે સાથે અનેક બીજા ફાયદા પણ છે

જે આકસ્મિક વીમા પોલિસી તુરંત જ લાગું પડશે આ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ખાતેદારનું આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ સાથે રાખી તા. ૨૦ ને ગુરૂવાર અને તા.૨૧ ને શુક્રવાર બંને દીવસ માટે મેઈન પોસ્ટ ઓફિસમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ વીમા કવચનો વધુમાં વધુ લાભ લેવા માટે સબ પોસ્ટ માસ્તર જે.આર. રાવલે યાદીમાં જણાવેલ છે




Latest News