મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા આશાસ્પદ યુવાનનું મોત: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE









મોરબીના મકનસર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા આશાસ્પદ યુવાનનું મોત: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના મકરસર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક જ પોતાનું ટ્રેક્ટર વાળી લેતા પાછળના ભાગમાં આવી રહેલ બાઈક ચાલકનું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયુ હતુ જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ઘટના સ્થળે યુવાનનું મોત નિપજ્યુ હતુ અને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર રોડ ઉપર રેઢું મૂકીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે ટંકારા તાલુકાના અમરસર ગામે રહેતા પરવેજભાઈ અનવરહુસેનભાઇ નાનાણી જાતે મુસ્લિમ ફકીર (૨૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે ૨૦ ટી ૬૧૪૨ ના ચાલકની સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે એક્સેલ સીરામીક નજીક હાઈવે રોડ ઉપર લેન સાઈડ બદલાવવા માટે થઈને ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વગર અચાનક જ પોતાનું ટ્રેક્ટર વાળી લીધું હતું ત્યારે પાછળના ભાગમાં સ્પ્લેન્ડર બાઈક લઈને આવી રહેલ ફરિયાદીના ભાઈ ઈરફાનભાઇ અનવરહુસેનભાઇ નાનાણી જાતે મુસ્લિમ ફકીર (૨૪) ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયો હતો જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર રસ્તા ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રેક્ટર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં એક દીકરી છે જેને અકસ્માતના આ બનાવના લીધે પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News