મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાલે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાલે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાશે

મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી લાભો મળે તે માટે રાજ્ય સરકાર તરફ આગામી ૨૧ ના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાજાનાર છે.

આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમમાં મંડપ, સ્ટોલ, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, ફિલ્મ નિદર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગીરી વિશે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News