મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

દિવાળીએ બોમ્બ ફૂટશે ?: મોરબી પાલિકામાં વિજિલન્સની ટીમના આગમનથી અનેક તર્કવિતર્ક


SHARE









દિવાળીએ બોમ્બ ફૂટશે ?: મોરબી પાલિકામાં વિજિલન્સની ટીમના આગમનથી અનેક તર્કવિતર્ક

મોરબીના જુદાજુદા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઓ ઘણી ચાલી રહી છે તેવામાં પાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોને ચેક કરવા માટે અચાનક જ વિજિલન્સની ટીમ આવી હતી જેથી કરીને હાલમાં મોરબીમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં પાલિકાના કામો ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ નબળા કામ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો પણ અગાઉ ઉઠી હતી ત્યારે કામની તપાસ માટે ગાંધીનગરથી વિજિલન્સની ટીમ મોરબી આવી હતી અને પાલિકા દ્વારા કરવામાં આવેલા કામોની ફાઈલોને ચેક કરવામાં આવી હતી તેમજ હાલમાં કોઈ કામ ચાલુ ન હોવાથી અન્ય કોઈ તપાસ કર્યા વગર જ ટિમ મોરબીથી રવાના થઈ ગયેલ છે તેવું પાલિકાના ઇજનેર પાસેથી જાણવા મળેલ છે અને બીજી બાજુ માથે ચૂંટણી આવી રહી છે અને દિવાળીના તહેવારો છે ત્યારે વિજિલન્સની ટિમ મોરબી આવતા હાલમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે




Latest News