મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ચૂંટણી ઇફેક્ટ: ડોલરના ભાવ ઊંચા છે તો પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં મધરાતથી પાંચ રૂપિયાનો ઘટાડો


SHARE









ચૂંટણી ઇફેક્ટ: ડોલરના ભાવ ઊંચા છે તો પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં મધરાતથી પાંચ રૂપિયાનો ઘટાડો

વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગેસના ભાવમાં દિવાળી પહેલા બોનસ જેવી જાહેરાત આજે કરવામાં આવી છે અને ગુજરાત ગેસના ભાવમાં આજે રાતથી જ ગેસના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવેલ છે જેથી મોરબીના ઉદ્યોગકારોને તેનો ફાયદો થશે તે નિશ્ચિત છે જો કે, ડોલરના ભાવ વધે ત્યારે મોટાભાગે ગેસના ભાવ વધારે રહેતા હોય છે પરંતુ આગામી ચૂંટણીની ઇફેક્ટના ભાગરૂપે ડોલરના ભાવ ઊંચા છે તો પણ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે તેની ચર્ચા હાલમાં સિરામિક ઉદ્યોગકારોમાં થઈ રહી છે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૭ લાખ ક્યુબીક મીટર થઈ ગયો હતો જો કે, ગુજરાત ગેસ કંપનીના ગેસના ભાવના લીધે ઘણા ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસના વિકલ્પ તરીકે હાલમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ક્રમશઃ મોરબીના ગુજરાત ગેસનો ઉપયોગ ઘટી રહ્યો છે અને આજની તારીખે મોરબીની આસપાસના સિરામિક ઉદ્યોગમાં ૨૭ લાખ કયુબિક મીટર ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે જો કે, નવા કારખાન કાર્યરત થવાથી તેમજ બંધ કરવામાં આવેલ યુનિટોને ચાલુ કરવામાં આવતા ફરી પછી નેચરલ ગેસની માંગ મોરબીમાં વધશે તેવી કંપનીને આશા છે જો કે, ગેસના ભાવ પ્રોપેનની સામે ઓછા નહીં આવે તો હજુ પણ વધુ કારખાનેદારો પ્રોપેન બાજુ વળે તેવી શક્યતા છે તેવામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કર્યો હોવાનું જાણવા મળેલ છે

ગુજરાત ગેસ કંપની દ્વારા જે નેચરલ ગેસ આપવામાં આવતો હતો તેનો આજ સુધી ટેક્સ વગર ૬૩.૧૫ રૂપિયા પ્રતિ કયુબિક મીટરનો ભાવ હતો જો કે, આજ રાતથી જ દિવાળી બોનસ કે પછી ચૂંટણી ઇફેક્ટના લીધે હાલમાં ડોલરના ભાવ વધારે છે તો પણ ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવેલ છે જેથી કરીને આજે રાતના બાર વાગ્યાથી ૫૮.૧૫ ના ભાવથી નેચરલ ગેસ સપ્લાઈ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે અહીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ ગેસના ભાવ અગાઉ જયારે વધતાં હતા ત્યારે ડોલરના ભાવ સાથે અહીના ભાવને સરખાવીને ઉદ્યોગકારોને ભાવ નહીં ઘટે તેવું કહેવામા આવતું હતું જો કે, ચૂંટણીની આચારસંહિતા અમલમાં મૂકવામાં આવે તે પહેલા ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને રીઝવવા માટે ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોમાં આ મુદે પણ ચર્ચા થઈ રહી છે




Latest News