મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સુપર માર્કેટ પાસે યુવાનને માથામાં ધોકો મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં સુપર માર્કેટ પાસે યુવાનને માથામાં ધોકો મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને એક શખ્સની સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરવાસ ચોકમાં ઝવેરી શેરીમાં રહેતો અને ભંગારનો ધંધો કરતો આર્યન ઇમરાનભાઈ માડકીયા જાતે ઘાંચી (૧૮) મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે હતો ત્યારે એકટીવા નંબર જીજે ૩૬ એ ૮૮૧૮ ના ચાલક સાગરભાઇએ તેને માથાના ભાગે ધોકો ફટકાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તેને માથામાંથી લોહી નીકળતા તાત્કાલિક તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ભોગ બનેલા આર્યન માડકિયાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સાગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસેથી પસાર થતાં શખ્સને  રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને મનોજકુમાર બંધુભાઈ ચૌહાણ (૨૬) રહે મિલેનિયમ ટાઇલ્સના કારખાનાની લેબર કોલોની મૂળ રહે બિહાર વાળાની ધરપકડ કરેલ છે




Latest News