મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી ફિનાઇલ પી જતાં પરિણીતા બેભાન હાલતમાં સારવારમાં


SHARE









મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી ફિનાઇલ પી જતાં પરિણીતા બેભાન હાલતમાં સારવારમાં

મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ તળાવીયા સનાળા તરફ જતા રસ્તા ઉપર રહેતી પરણિતા ફીનાઇલ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર રહેતા નીલય પાલની પત્ની સરસ્વતી પાલ (૨૪) કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે પરણીતાએ કયા કારણોસર ફીનાઇલ કીધું હતું તે દિશામાં હાલમાં તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

બિયરના ટીન

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨ માંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરીને સુરેશભાઈ લાલવાણી જાતે સિંધી (૪૦) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News