મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકુંટ દર્શન, મહાઆરતી-મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો: ઠેરઠેર સ્નેહ મિલન યોજાયા


SHARE









મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકુંટ દર્શન, મહાઆરતી-મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો: ઠેરઠેર સ્નેહ મિલન યોજાયા

નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક ઘોડા વાળાના મંદિરે અન્નકુંટ દર્શન, મહાઆરતી અને મહા પ્રશાદ સહિતનું દર વર્ષની જેમ આ વર્ષ પણ બેસતા વર્ષના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારોની સંખ્યામાં આસપાસના ગામના લોકોએ દર વર્ષની જેમ લાભ લીધો હતો

મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ જનોના સહકારથી અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદનું મંદિરના મહંત દામજી ભગત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બેસતા વર્ષના દિવસે વહેલી સવાથી જ મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા હતા અને સહુ કોઈએ નકલંક દાદાના દર્શન, મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામો માંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે કેમ કે, બીલીયા , બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત ૧૦૦ જેટલા ગામોમાંથી લોકો અહી આવતા હોય છે આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને ત્યાં દાદાનો પ્રસાદ લઈને જેના અન્ન ભેગા તેના મન ભેગા તે ઉક્તિને સાર્થક કરતા હોય છે
 

ખાસ કરીને નવા વર્ષમાં દરેક લોકો નકલંક દાદાના દર્શન કરીને તમામ લોકોને દાદા શરીર સુખ આપે તેવી પ્રર્થના કરતા હોય છે આ મંદિરના મહંતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન રાખવામાં આવે છે જેનો આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે નકલંક દાદાની કૃપાથી આ પંથકમાં લોકોની ખુબ જ પ્રગતિ થયેલી છે ત્યારે આગામી વર્ષમાં દાદાની તમામ ભગતો પર અને આસપાસના ગામો પર કૃપા બની રહે તેવી પ્રાથના કરી છે તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી ગત વર્ષમાં ઘણી બધી હેરાન ગતિનો લોકોએ સામનો કર્યો છે જેમાં ખાસ કરીને મંદી અને મોંઘવારી સૌથી મોખરે રહેલ છે અને આ બન્નેની અસરના કારણે ધંધા, રોજગાર પડી ભંગિયા છે ત્યારે આજથી સારું થતા નવા વર્ષમાં એક મેકને શુભેચ્છા આપતા સહુ કોઈએ એવી આશા અને અપેક્ષ વ્યક્ત કરી હતી કે આગામી વર્ષમાં આવા દિવસો અને આવી હેરાન ગતિ પછી ના આવે તો સારું અને સારા ધંધા રોજગાર નીકળે તે માટે નકલંક દાદા પ્રાથના કરી હતી






Latest News